Tuesday, February 14, 2012

સુધરી ગયો.(ગીત)



સુધરી ગયો.(ગીત)



બસ, તું  મળી ત્યાંજ  હું સુધરી ગયો.

મુફલિસ થઈ સાવ,અંતે ઊધરી ગયો.


અંતરા-૧.


આ  શું  પાયું   મને,   પ્રેમરસ કહી..!!

મટેલો    રોગ,   પાછો   વકરી ગયો.

મુફલિસ થઈ સાવ,અંતે ઊધરી ગયો.


અંતરા-૨.


જીવનભર ફર્યો,ભાર લઈ જગતનો,

છેલ્લો  હતો  વાળ, તેય  ખરી ગયો.

મુફલિસ થઈ સાવ,અંતે ઊધરી ગયો.


અંતરા-૩.


અઠંગ તરવૈયો   છું, પ્રેમ  સાગરનો,

પણ ડૂબ્યો હું  ને, જમાનો તરી ગયો..!!

મુફલિસ થઈ સાવ,અંતે ઊધરી ગયો.


અંતરા-૪.


જીવના ભોગે પાળ્યું, વચન છતાં,

ચઢ્યું આળ કે, બોલ્યું  હું ફરી ગયો..!!

મુફલિસ થઈ સાવ,અંતે ઊધરી ગયો.


બસ, તું  મળી ત્યાંજ  હું સુધરી ગયો.
મુફલિસ થઈ સાવ,અંતે ઊધરી ગયો.


માર્કંડ દવે.તા.૧૨-૦૨-૨૦૧૨.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.