Friday, August 17, 2012

સાજ- શૃંગાર.




(GOOGLE IMAGES)

સાજ- શૃંગાર.  




સખી  રે, મારો  સાજ - શૃંગાર  સુકાયો.

હોજી રે  મારો, પિયુજી કોરાણે  મુકાયો.


અંતરા-૧.


આ  કોર  શોધું ને, ઓલીપા  શોધું,

દૈ  જાણે, ક્યાં જઈ, સાંવરો સંતાયો..!

હોજી રે મારો,પિયુજી કોરાણે મુકાયો.

(દૈ=દેવ; ઓલીપા=પેલી બાજુ.)


અંતરા-૨.


હું રે  બાઈ દાધારંગી, વેતા વગરની,

કરું વરણાગી તઈં,સાંવરિયો ખોવાયો..!

હોજી રે મારો, પિયુજી કોરાણે મુકાયો.

(દાધારંગું=ગાંડિયું;વેતો=ડહાપણ; તઈં=ત્યાં)


અંતરા-૩.


ભાળો તો કે`જો મને, જડે  તો જોજો,

વહારે  ગાલાવેલીની   કોઈ   ધાજો.

હોજી રે મારો, પિયુજી કોરાણે મુકાયો. 

(ગાલાવેલું=ભોળું)


અંતરા-૪. 


હવે  નૈં   વીસરું, મારે  કમખે  સંઘરું.

મારા જીવથીએ, પિયુજી  છે  સવાયો..!

હોજી રે મારો, પિયુજી કોરાણે મુકાયો.


માર્કંડ દવે. તા.૧૭-૦૮-૨૦૧૨. 

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.