Saturday, August 18, 2012

ટુકડે-ટુકડે. (અદેખાને અર્પણ-ગીત.)

(GOOGLE IMAGES)

ટુકડે-ટુકડે. (અદેખાને અર્પણ-ગીત.)

એ..,આ રહ્યો હું,   ટુકડે -  ટુકડે  વહેંચ્યા કરો.

જાવ, હું  કહું  છું,  હળવે - હળવે રહેંસ્યા કરો.

અંતરા-૧.

ઘીની  નાળ, માથે  પસ્તાળ  કે, ગંદી  ગાળ.

સઘળી   ખાળ, ખોબે -  ખોબે  ઉલેચ્યા  કરો.

એ..,આ  રહ્યો  હું, ટુકડે - ટુકડે  વહેંચ્યા કરો.

(ઘીની  નાળ=મસ્કાબાજી; પસ્તાળ=વાણીના પ્રહાર.)

અંતરા-૨.

હાથી  ભૈ  તો   હસે ને,  કૂતરાં  પાછળ   ભસે..!

મઝા  છે  મને  પણ, રહી - રહીને  ભસ્યા કરો.

એ..,આ  રહ્યો  હું,   ટુકડે - ટુકડે  વહેંચ્યા કરો.

અંતરા-૩.

ના સુખની  તમા કે, નથી   દુઃખનો  માતમ.

વેંતનો  છું  વિસ્તાર, કચકચાવી કસ્યા  કરો.

એ..,આ  રહ્યો   હું, ટુકડે - ટુકડે વહેંચ્યા  કરો.

અંતરા-૪.

આળપંપાળ,જીવનજંજાળ, છે, છે, નથી, નથી..!

ખોડ ને  ખાંપણ, ભવોભવ  ભાર  ઉંચક્યા  કરો..!

એ..,આ   રહ્યો    હું,  ટુકડે -  ટુકડે  વહેંચ્યા  કરો.

(ખોડ=ખામી, એબ, દોષ; ખાંપણ=કફન; ભવોભવ=દરેક જન્મમાં.)

માર્કંડ દવે. તાઃ ૧૮-૦૮-૨૦૧૨.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.