Tuesday, February 19, 2013

એક પત્ર, મને જ..! (ગીત)





એક પત્ર, મને જ..! (ગીત)


વ્યર્થ જીવતરનો ભીતર રાગ તાણ્યો છે.

આજે  મને જ, મેં  એક  પત્ર પાઠવ્યો  છે.

૧.

જોને,ઉલેચાય તું અને ખાલી થતો  હું..!

એક-એક  શબ્દ,આંસુ  ભીનો  ટાંક્યો  છે.

આજે  મને જ, મેં  એક પત્ર પાઠવ્યો  છે.

૨.

શ્વસન,ચિંતન,મનન,થાકી ગ્યા મારા ભૈ..!

ઠાંસી-ઠાંસીને  મારો    થાક   ઠાલવ્યો  છે.

આજે   મને જ, મેં  એક  પત્ર  પાઠવ્યો  છે.

૩.

જિંદગી, ક્યાં...સુધી, આમ છેતરીશ  મને?

રહી-રહી ને   હવે,   જીવનસાર લાધ્યો  છે.

આજે  મને જ, મેં   એક  પત્ર   પાઠવ્યો  છે.

૪.

તરડાતી  કલમ  અને બુઝાતી આ  કસક,

રગ-રગ દાઝ્યાનો માંહી ડાઘ લાગ્યો  છે.

આજે  મને જ, મેં  એક  પત્ર  પાઠવ્યો  છે.


માર્કંડ દવે.તાઃ૧૯-૨-૨૦૧૩.



No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.