Tuesday, February 26, 2013

હું જ તું ને, તું જ હું. (ગીત)

હું જ તું ને, તું જ હું. (ગીત)

હજુ સુકાયો છું જ ક્યાં? તરબોળ  શું  થવાનું..!

હું  જ તું  ને, તું જ હું, ઓળઘોળ  શું  થવાનું ..!

તરબોળ=આખું ય પલળીને પાણી પાણી થઈ ગયેલું.

ઓળઘોળ=ઓવારી જવું, ન્યોછાવર થવું.

૧.

દિલ  પર  ઊગ્યું  હશે ખરું, લીલ  જેવું, પણ તું,

મારો   વાંક   કાઢ  મા,  લાલચોળ  શું  થવાનું..!

હું  જ  તું  ને,  તું  જ  હું,  ઓળઘોળ  શું   થવાનું ..!

લીલ = બંધિયાર પાણીમાં કે તેવી જગ્યામાં થતી લીલી ચીકણી વનસ્પતિ.

૨.

કદી   એક   સાથે   ન   રહે ,  પ્રેમ  અને   બદબો,

શીદ   થૈ   તું    નર્વસ ?   ટાઢાબોળ  શું  થવાનું..!

હું   જ  તું  ને,  તું  જ  હું,  ઓળઘોળ  શું   થવાનું ..!

બદબો= દુર્ગંધ,નાલેશી.

ટાઢાબોળ= ચિંતામાં, તન ઠરી જવું.

૩.

ચાલ,  આપણે   ફરીથી   કરીએ  બિસમિલ્લાહ,

બોલ,  અકારણની  આ   રડારોળ,  શું  થવાનું..!

હું   જ  તું  ને,  તું  જ  હું, ઓળઘોળ  શું   થવાનું ..!

બિસમિલ્લાહ=આરંભ; શરૂઆત; શ્રીગણેશ.

૪.

ભૈ,આપણી તો  છે સાવ ખુલ્લી, જીવન-કિતાબ,

જગત    ભલે  ને   કરે   કાગારોળ,  શું  થવાનું ?

હું   જ  તું  ને,  તું  જ  હું,  ઓળઘોળ  શું   થવાનું ..!

કાગારોળ= નકામી ધાંધલ મચાવવી.

માર્કંડ દવે. તાઃ ૨૬-૦૨-૨૦૧૩.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.