Wednesday, February 27, 2013

મોક્ષ (ગીત)


મોક્ષ (ગીત)


થીજી  ગયો  હું  ત્યારે, ઓગળી ગયો`તો   જ્યારે..!

અણસાર મને તારો, બસ  મળી  ગયો`તો  ત્યારે..!

૧.

એક    અર્થ   `હોવું`   ને,  અનર્થ   હોય   `ન-હોવું?`

`હોવું - ન હોવું`   ગલીમાં, હું   ભટક્યો`તો  જ્યારે..!

અણસાર મને તારો, બસ મળી  ગયો`તો  ત્યારે..!

૨.

`હોવું`  જ  હશે   હોવું  કે,  `ન-હોવું`  છે  હોવું ?

ઉખાણાનો    સાચો    ઉત્તર,  સમજ્યો`તો   જ્યારે..!

અણસાર મને તારો, બસ મળી  ગયો`તો  ત્યારે..!

૩.

`હોવું`  છે  `હા-હા` અને `ન-હોવું` તે `ના-ના`?

`હા-ના`ને  કમનથી કાયમ, મળતો`તો  જ્યારે..!

અણસાર મને તારો, બસ મળી  ગયો`તો  ત્યારે..!

૪.

`ન-હોવું`  જ  હોવું, સર્વથા  `હોવું` જ  ન  હોવું.

લલકાર   ભીતરથી,  કોઈએ  કર્યો`તો  જ્યારે..!

અણસાર મને તારો, બસ મળી ગયો`તો  ત્યારે..!

માર્કંડ દવે.તાઃ ૨૭-૦૨-૨૦૧૩.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.