Tuesday, March 12, 2013

વિજોગણ રાગ ટિટોડી.(ગીત.)


વિજોગણ  રાગ  ટિટોડી.(ગીત.)



જીવ  જો  વિજોગણ,  રાગ  ટિટોડી.
જીવન તો   માંગણ,   રાખ  મટોડી.

માંગણ=ભિખારી.

ટિટોડી(માદા પક્ષી) = ઈશ્વરને પામવા, એક બાઈ ઉપવાસ કરી વ્રત કરતી હતી.
ઘણા ઉપવાસ કરવાથી તે મરી ગઈ અને ટિટોડી જન્મી.
તેથી તે બોલે ત્યારે,`વ્રત કરતી`તી`, એમ એ ગાતી લાગે છે.
(સૌ.ગુ.લે.) Female Lapwing.

૧.

ઉગમ -  આથમની, ચડતી-પડતી.
સમય  જો  ટાંકણ,    ટાંક  હથોડી.
જીવન  તો   માંગણ,  રાખ મટોડી.

૨.

ઉપણ  -   લિંપણ,   ઝાપટ ઝૂપટ.
સબંધ જો તાવણ, અગન પિછોડી.
જીવન  તો   માંગણ,  રાખ મટોડી.

ઉપણ=સાફ કરવું;તાવણ=કસોટી;
અગન પિછોડી.= અગ્નિમય ચાદર.

૩.

સુખકર   મંડિત, ખંડિત   દુઃખકર.
મરણ  જો   ઢાંકણ,    ઢાંકપિછોડી.
જીવન  તો   માંગણ,   રાખ મટોડી.

(મંડિત = શોભિત; ખંડિત= વિખૂટું.)


૪.

આગમ  -  નિર્ગમને, રાજ  ઘાટે,
યમે જ્યાં પાંપણ,  પાંખ  મરોડી.
જીવન  તો   માંગણ,   રાખ મટોડી.

(આગમ-નિર્ગમ= આરંભ અને અંત.)

માર્કંડ દવે. તાઃ૧૨-૦૩-૨૦૧૩.



No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.