Friday, February 17, 2012

હોવું ન હોવું. (ગીત.)




હોવું ન હોવું. (ગીત.)




પડી-પડીને વળી ઊઠવું, હોવું ન હોવું.

દર  ફેરે ફોગટિયું  રોવું ? હોવું ન હોવું.


અંતરા-૧.


મનને લતાડ નહીં, આતમ રંજાડ નહીં

તારી    જાતને   જૈ   કહેવું, હોવું ન હોવું.

દર  ફેરે   ફોગટિયું   રોવું ? હોવું ન  હોવું.


અંતરા-૨.


સંજોગ શણગાર નહીં,નિયમ બદલાવ નહીં.

અસ્થિર    વખત   થૈ    વહેવું,  હોવું ન હોવું.

દર    ફેરે     ફોગટિયું     રોવું ? હોવું ન  હોવું.


અંતરા-૩.


અવતાર બંધાય નહીં,સગપણ સંધાય નહીં.

અતિ ઝીણું  છે, આ સોય - નાકું, હોવું ન હોવું.

દર    ફેરે     ફોગટિયું     રોવું ?   હોવું ન  હોવું.


અંતરા-૪.


તારું  કૈં  તારું  નહીં,  મારું  કૈં  મારું નહીં.

શીદ  ભાવ-જગતને ભેદવું ? હોવું ન હોવું.

દર   ફેરે   ફોગટિયું   રોવું ?  હોવું ન  હોવું.



પડી-પડીને વળી ઊઠવું, હોવું ન હોવું.

દર  ફેરે ફોગટિયું  રોવું ? હોવું ન હોવું.



માર્કંડ દવે. તાઃ ૧૭-૦૨-૨૦૧૨.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.