Sunday, August 26, 2012

ચાલ્યા જાય છે સ્વજન. (ગીત)


મારા મોટાભાઈના દીકરાના દીકરા-પાર્થ દવે  (માત્ર૧૯ વર્ષ આયુમાં) અકાલ અવસાન (તાઃ ૨૪-૦૮-૨૦૧૨) નિમિત્તે હ્ર્દયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ-ગીત.




 सिर्फ  १९ साल की आयु में, गुजराती स्टेज का एक होनहार विद्यार्थी, अपनी ज़िदगी सिर्फ एक हॅल्मेट न पहनने कि वजह से गवाँने का यह हादसा अगर आप के दिल में भी दर्द पैदा कर रहा है तो आपके आस-पास कोई बगैर हॅल्मेट पहने टुव्हिलर चलाता हो उसके साथ ये न्यूज़ अवश्य शेर करनें का कष्ट उठाएं । शायद आपका यह एक कदम किसी की ज़िदगी सँवार दें..! 


ચાલ્યા  જાય  છે સ્વજન. (ગીત)



લાગણીથી  લથપથ  તરુણ ને, ઝડપી પ્રયાણ પરવડે  છે?


ચાલ્યા  જાય  છે સ્વજન જ્યાં, હજીતો માંડ કળ વળે   છે..!



અંતરા-૧.



ઈશ્વર    થૈ    ને,  આવી   ક્રૂર  મજાક   તે  કાંઈ   શોભે  તને?

જો,  સજળ  નયને,  સ્વજન  વિના સહુ   કેવા  ટળવળે  છે..!

ચાલ્યા  જાય  છે  સ્વજન  જ્યાં, હજીતો માંડ કળ વળે   છે..!



અંતરા-૨.



મુકામ  પર  બોલાવી  વહેલા,  કામ તો  શું  હોઈ  શકે, જો..!

બંધ  તો  કર્યો  છે તેં  એનો, શ્વાસ અમારા પણ તરફડે  છે..!

ચાલ્યા  જાય  છે  સ્વજન  જ્યાં, હજીતો માંડ કળ વળે  છે..!



અંતરા-૩.



આમ   ઉછીના  આપી  સ્વજન, તરત  પરત મંગાતા  હશે?

જવા  દે, નહીં  સમજે  તું  ઉપર  દૂર ને, અમે નભ તળે  છે.

ચાલ્યા જાય  છે સ્વજન  જ્યાં, હજી તો  માંડ  કળ વળે  છે..!


(નભ તળ= ભૂતલ)


અંતરા-૪.


એમ  હાથ  ખંખેર્યે  ન  ચાલે, જવાબ  તારે   દેવો  પડશે..!

એમ ન કહીશ વળી  કે, જીવ આખર શિવ થૈ ઝળહળે  છે..!

ચાલ્યા  જાય  છે સ્વજન જ્યાં, હજીતો માંડ કળ વળે   છે..!

માર્કંડ દવે. તાઃ૨૬-૦૮-૨૦૧૨.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.