Tuesday, October 2, 2012

વાંકમાં આવ્યો છે પ્રેમ.(ગીત)

(Google)


વાંકમાં આવ્યો છે પ્રેમ.(ગીત)




માંડ   વાંકમાં  આવ્યો  છે,  આજે  પ્રેમ.

દાઝ    કાઢી  લે   તું,  મન  ફાવે  તેમ.


અંતરા-૧.


જરાય   ડરીશ    ના,  કેડો   મૂકીશ  મા.

એને     ઘઘલાવ,    ઘણો     એલફેલ.

માંડ  વાંકમાં  આવ્યો   છે, આજે  પ્રેમ.

(ઘઘલાવવું= સારી રીતે ઠપકો આપવો; એલફેલ= વગર વિચાર્યે)


અંતરા-૨.


મનથી  કડક  થૈ,  લાગણીનો  લઠ્ઠ   લૈ.

બતાવ,  હોય  કેવી   જોરાવર   નેમ..!

માંડ   વાંકમાં  આવ્યો  છે,  આજે  પ્રેમ.

(નેમ= પ્રતિજ્ઞા.)


અંતરા-૩.


શબ્દ  પર  ભાર  દૈ,  નજરથી  ડાર  દૈ,

તાવી   લે  ને,   તારો    ખોટો  વહેમ ?

માંડ   વાંકમાં  આવ્યો  છે,  આજે  પ્રેમ.

(ડાર = ધમકી; તાવવું= ચકાસવું.)


અંતરા-૪.


અ..રે, રડવા દે,વાવે  તેવું  લણવા  દે..!


શીદ,  ઘડી ભરે   ખાવી   એની  રહેમ.

માંડ વાંકમાં  આવ્યો  છે, આજે  પ્રેમ.


માર્કંડ દવે. તાઃ ૩૦-૦૯-૨૦૧૨.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.