Thursday, March 7, 2013

તે આંસુ ? (ગીત.)


તે  આંસુ ? (ગીત.)


કહે,  પાનખર વરણા પ્રણયનો  ડૂમો  તે  આંસુ ?

કે, ગોરંભાયેલા  નયનનો  તરજુમો  તે  આંસુ ?

૧. 

અફાટ    સમંદર  જો   ખળભળે   છે  ભીતર  તો,

કહે, અભર દૂઝતો,દરદ-સભર હિંગળો તે આંસુ?

કે,   ગોરંભાયેલા    નયનનો  તરજુમો   તે  આંસુ ?

હિંગળો = ક્ષાર-ખારાશ.

અભર = છલોછલ. 

૨.

ખંડિત  સપન  થૈ  જાગે,અખંડિત સાદ સૂકાંભટ તો,

કહે,    કણસતી  રાતે  પડઘાતો  પડઘો  તે  આંસુ ?

કે,    ગોરંભાયેલા   નયનનો   તરજુમો   તે   આંસુ ? 

સૂકાંભટ= સાવ સૂકું.

કણસાટ=કણસવું.

૩.

નમે    ઘડીક  તરે, હરીફરીને તરે - નમે  તો,

કહે, પલક તરાપાનો અખંડ ઝૂલણો તે આંસુ?

કે, ગોરંભાયેલા નયનનો તરજુમો   તે   આંસુ ?

૪.

ઘાત-પ્રતિઘાત  ધખે ભીતર, જો લાવા સમ તો,

કહે, અકરાંતિયા  પ્રેમાંતનો  મજમો  તે  આંસુ ?

કે, ગોરંભાયેલા  નયનનો   તરજુમો  તે  આંસુ ?

મજમો=મેળાવડો.

માર્કંડ દવે.તાઃ૦૭-૦૪-૨૦૧૩.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.